લેખક વિષે

શ્રી જયદેવસિંહ સોનગરા સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા બોલુન્દ્રા (સોનગરા) ગામના વતની છે. તેમણે M.A. B.Ed અંગ્રેજી સાહિત્ય સાથે અભ્યાસ કર્યો છે. વિશ્વના દસ જેટલા દેશોની મુલાકાત દરમ્યાન વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતથી તેમને ઘણું શીખવા અને જાણવા મળ્યું છે.

તેમનો મોટો પુત્ર વિશ્વજીત સોનગરા Quicko.com નામની ફાઈનાન્સ મેનેજમેન્ટ કંપની ચલાવે છે જયારે નાનો પુત્ર અભિજિત સોનગરા શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત પોતાની ADOZ નામની સોશિઅલ મીડિયા મેનેજમેન્ટ અને બ્રાન્ડીંગ કંપની ચલાવે છે. તેમના પત્ની શ્રીમતી જનકબા સોનગરા અને બંને પુત્રવધુઓ, શ્રીમતી વેદિકા અને શ્રીમતી હ્રીશીકા શાળાઓના સંચાલનમાં રચનાત્મક સહયોગ આપે છે.

સામાન્ય ખેડૂત પુત્રમાંથી સફળ સંચાલક સુધીની તેમની સફર સતત પ્રગતિમય, વિકાસમય અને નાવીન્યસભર રહી છે. બાળકોના સર્વાંગી વિકાસમાં અપ્રતિમ રુચિને કારણે તેમણે લેખન, સંશોધન, અને પેરેન્ટિંગમાં ખુબ ખેડાણ કર્યું છે અને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલા માતાપિતાને સંતાનોના સફળ સંવર્ધન માટે માર્ગદર્શન આપ્યું છે.

તેમણે લગભગ ૫૦ જેટલા કાવ્યો અને ૨૫૦ થી વધારે ડીબેટ ઉપર અસરકારક વક્તવ્ય લખેલા છે. જેના ઉપર કાર્ય ચાલી રહ્યું છે. વર્ગખંડની વેદના સુધી પહોંચતી તેમની દ્રષ્ટિને કારણે અનેક બાળકોના જીવનમાં તેમનો યશસ્વી સહયોગ રહ્યો છે.

તેમના સહયોગમાં ભણેલા ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર્સ, એન્જીનીયર્સ, ઓફિસર્સ, ઉદ્યોગપતિ અને વિદેશોમાં અગ્રિમ હરોળમાં કાર્યરત છે. સામાન્ય બાળકના માથા ઉપર મૂકેલો તેમનો હાથ જાદુઈ અસર કરે છે અને સામાન્ય બાળકો સફળ વક્તા અને પત્રકાર બન્યા છે.

સતત નવું શીખવાની ધગશ, તાલીમમાં તેમનો આત્મવિશ્વાસ અને વર્ગને સ્વર્ગમાં પલટાવવાની તેમની સંસ્થાઓએ ક્રાંતિ કરેલી છે.

વર્ષ ૨૦૧૧માં તેમણે દિલ્હી IITમાં “Effective Solutions of School Problems” પર વિશ્વના ૬૦૦ આચાર્યો સામે પેપેર પ્રેઝન્ટેશન કર્યું, અમેરિકાની ઘણી શ્રેષ્ઠ શાળાઓની મુલાકાત લીધી, ૫૦૦ જેટલા શિક્ષકોને તાલીમ આપી અને ૭૦૦૦ જેટલા વાલીઓ માટે Parenting Programs કરેલ છે.

Advertisements