બાળક કહે છે:

મને રસ્તો બતાવશો નહી. હું તો તમારા પગલે પગલે ચાલુ છું.

દરેક બાબતમાં મારે તમારી મદદ ના જોઈએ. મને કશુક કરવાનો સંઘર્ષ કરવા દો.

મને બધા જોડે સરખાવશો નહિ, મારા જેવું આ વિશ્વમાં બીજું કોઈ નથી.

મને દરેક બાબતમાં સલાહ ન આપશો, હું પણ સમજુ જ છું.

પ્રશ્નો હું માહિતી માટે નહિ પણ મારી જીજ્ઞાસા સંતોષવા પૂછું છું.

તમે કહો અને હું ન માનું તેવો હું નાદાન નથી, પરંતુ હું તો કસોટી કરું છું, તમે મને સમજાવી શકો છો કે નહિ.

મને હંમેશા પ્રોત્સાહિત કરો, હું તમને હતોત્સાહ નહિ કરું.

હું શીખવામાં નિષ્ફળ જાઉં તો પ્રયત્ન કરજો, ધીરજ ગુમાવશો નહિ.

તમારી આજ્ઞાનો અનાદર કરું તેવો ઉદ્ધત હું નથી, પણ તમારી ધીરજ અને સહનશીલતાની કસોટી કરું છું.

મારે સ્વપ્નોની નહિ, આત્મવિશ્વાસની જરૂર છે અને માતાપિતા તરીકે માત્ર તમે જ તે આપી શકો તેમ છો.

જીવનના સત્યને મારથી છુપાવશો નહિ, કારણ કે મારે પણ એક દિવસ તેના સન્મુખ થવાનું જ છે.

હું ડોક્ટર કે એન્જીનીયર થવા નથી જન્મ્યો પણ એક સારો માણસ થવા જન્મ્યો છું.

હું તમારી અપેક્ષાઓનું સાધન નથી, માત્ર માધ્યમ છું.

હું તમારી વેદનાઓને સમજુ છું, પણ તમે ‘મારી સંવેદનાઓ’ તો સમજો.

શાળા એ મારા લક્ષ્યનું ઘડતર નથી, જીવનનું ઘડતર છે.

મને જે શીખવવા માગો છો, તેનો માત્ર અમલ કરો, હું શીખી લઈશ.

હું જે કઈ છું તે માત્ર તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છું.

મારે સગવડોની નહિ, જરૂર છે માત્ર જીવનના સાતત્યની.

હું પણ સફળ થઈશ પણ રોજરોજ તેની કસોટી ન લો.

– જયદેવ સોનગરા  (લેખકના પુસ્તક “પરવરીશ – સંતાનોની સફળતા માટે” માંથી)

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s