ગુજરાતનું શિક્ષણ આજે વાયબ્રન્સી (Vibrancy)માં છે. ગુજરાત આજે ગ્લોબલ એજ્યુકેશન (Global Education)માં ભારતનું હબ (Hub) બનવા જઈ રહ્યું છે અને અમદાવાદ તેનું નોલેજ કેપિટલ (Knowledge Capital) બની રહ્યું છે.

ગુજરાત અને ખાસ કરીને શહેરી વિસ્તારોનાં વાલીઓમાં શાળાપસંદગી એક મૂંઝવણનો પ્રશ્ન બનતો જાય છે. શિક્ષણની ભૂખ, સ્પર્ધા અને બહુઆયામી શિક્ષણવ્યવસ્થાને કારણે બાળક બે વર્ષનું થાય ત્યારથી માતાપિતા માટે આ સંઘર્ષ ઉભો થાય છે. કેવી શાળા પસંદ કરવી જોઈએ? તે વિશે હું કહું તે પહેલા વિવિધ Affiliation અને શાળાના Modules ને સમજવા જરૂરી છે. ગુજરાતમાં GSEB (ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ)ના પ્રમાણપત્રથી ૯૦% શાળાઓ ચાલે છે. જેના અભ્યાસક્રમો ગુજરાતની જરૂરિયાત, ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને ગુજરાતનાં બાળકોને ધ્યાનમાં લઈને તૈયાર કરેલા હોય છે. ત્યારબાદ CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) શાળાઓ કેન્દ્રીય કર્મચારીઓ અને ભારતના રાજ્યોમાં આંતરિક સ્થળાંતર કરતા વાલીઓના સંતાનો માટે રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમ ચલાવે છે. જે અભ્યાસક્રમ રાષ્ટ્રીય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ, નોકરીની ગુણવત્તા અને બાળકોની કારકિર્દીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલ છે. આ અભ્યાસક્રમો હવે બધા જ રાજ્યોના અભ્યાસમાં ક્રમશઃ સામેલ થઇ રહ્યા છે.

ICSE (Indian Certificate for Secondary Education) અંતર્ગત ચાલતી શાળાઓ મહદઅંશે યુ.કે.ના સ્કુલ કોન્સેપ્ટ અંતર્ગત ચાલે છે અને વિશ્વના ઘણા દેશો ICSE Board અંતર્ગત શાળાઓ ચલાવે છે. આ અભ્યાસક્રમમાં ફીઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયો અપર પ્રાયમરીથી આપવામાં આવે છે અને ક્રમિક રીતે આ કસ્ટમાઈઝડ કોર્સીસ (Customized Courses) દાખલ કરતી જાય છે.

ટીચિંગ ટેક્નોલોજી (Teaching Technology) નો ઉપયોગ કરતુ આ બોર્ડનું સ્ટડી મટીરીયલ, ટીચિંગ-લર્નિંગ, કલાસરૂમ એન્વાયર્મેન્ટ, ટેકનોલોજીકલ સપોર્ટ અને પરીક્ષા પદ્ધતિ સ્થાનિક સ્કૂલો કરતા જુદા પ્રકારના છે. ટૂંકમાં સ્થાનિક સ્કુલોમાં બાળકોનું લર્નિંગ અને એક્ઝામ (Exam) મહદઅંશે મેમરી (Memory) પર આધારિત હોય છે. જયારે ISCE સ્કૂલોમાં IQ, Logic અને application નો મહ્દ ઉપયોગ થાય છે. શહેરમાં કેમ્બ્રિજ અને EdExcel જેવા IGCSE બોર્ડની માન્યતાથી ચાલતા આંતરરાષ્ટ્રીય કોર્સીસ છે. જેની વ્યવસ્થા યુ.કે. બેઝ્ડ બોર્ડ દ્રારા કરવામાં આવે છે. આ affiliation દ્રારા ભણતા બાળકોને વૈશ્વિક શાળાઓમાં જવા સાનુકુળતા રહે છે. જે સંપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ અભ્યાસક્રમોને અનુસરે છે. International સ્કુલ સિલેબસ આપે છે. પુસ્તકો શાળાએ જાતે પસંદ કરવાના હોય છે. તે ઉપરાંત AdvancED (CITA) દ્રારા માન્યતા પ્રાપ્ત સ્કૂલો પણ ગુજરાતમાં ચાલે છે. AdvancED એક ક્વોલીટી અસ્યોરન્સ (Quality Assurance) આપતી વૈશ્વિક ફલક પર પથરાયેલી સંસ્થા હોવાથી તેમાં જોડાયેલા બાળકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમર્યાદિત તકો મળે છે. જે વિદેશમાંથી આવતા અને વિદેશ જવા ઇચ્છતા બાળકો માટે સાનુકુળ અભ્યાસક્રમ ચલાવે છે. આ પ્રકારના અભ્યાસ્ક્રોમો ચલાવવા માટે ખુબજ તાલીમબદ્ધ શિક્ષકો અને ડિફરન્ટ ક્લાસરૂમ (Different Classroom Environment)ની જરૂર પડે છે.

આ ઉપરાંત ધાર્મક સંપ્રદાયો દ્રારા ચાલતા ખુબજ સફળ ગુરુકુળો અભ્યાસ સાથે Spiritual Environment નો વિકલ્પ આપે છે. અમારી પ્રસિદ્ધ SGVP સ્કુલે Study, Sports, અને Spirituality ના આધારે સમાજને ખુબ સબળ વિદ્યાર્થીઓ આપ્યા છે. ગુરુદેવ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વર્ગખંડની સંવેદના સુધી પહોંચી બાળકોને વૈશ્વિક સ્પર્ધક બનાવવા સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી રાજીવ ગાંધી ઓપન સ્કુલ (Open School) પણ એક આગવું મહત્વ ધરાવે છે. સરકાર દ્વારા ચાલતી આશ્રમશાળાઓ નહીવત ખર્ચમાં બાળકોને ભણાવે છે. સંસ્કૃતમાં કારકિર્દીની રૂચી ધરાવતા બાળકો માટે સંસ્કૃત પાઠશાળાઓ પણ ડોકટરેટ સુધીની શિક્ષણવ્યવસ્થા પૂરી પાડે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s