જેમણે ત્રણ વર્ષના બાળકને પ્રવૃત્તિમાં સામેલ કરવા આદર્શ અભ્યાસક્રમની રચના કરી તે મિસીસ મોન્ટેસરી એ ત્રણ વર્ષના બાળક માટે પુસ્તકની વાત ક્યારેય નથી કરી.

બાળકને વ્યસ્ત રાખવા, માતાપિતાથી છુટા પડી અન્ય લોકો સાથે ભળતા શીખવા, પોતાની ટોયલેટ હેબીટ્સ  કેળવવા, સમય પાલન શીખવા, મિત્રો બનાવવા અને શરીરની બેઝીક મોટરસ્કીલ ડેવલપ કરવા બાળકને શાળા જેવી વ્યવસ્થામાં જોડવું જોઈએ તેવો એક ખ્યાલ છે જે સમજવો રહયો.

બાળકને ત્રણ વર્ષ પહેલા શાળાએ ન જ મુકવો જોઈએ. ત્રણ વર્ષ પહેલા શાળાએ જતા બાળકોને જો કોઈ પ્રિસ્કુલ ભણાવવાનું, લખવાનું, વાંચવાનું શરુ કરાવે છે તો ૮૦% બાળકો જીવન પ્રત્યેની Learning Skill ને ગુમાવતા જાય છે. હાયપર બને છે, સ્ટ્રેસ અનુભવે છે અને અભ્યાસથી થાકી જાય છે.

મોટાભાગની પ્રિસ્કુલ જુદા જુદા આદર્શ લઈને ચાલતી હોય છે પરંતુ તે પાછળ એક વિચાર નાની ઉંમરના બાળકોને શાળામાં લઇ આવવાનો અને એક આવક ઉભી કરવાનો પણ હોય છે.

માત્ર નામના આધારે ખુલતી જતી કે.જી. સ્કુલ મહદ અંશે બાળકને નુકશાન કરે છે.

માતા નોકરી કે વ્યવસાય ના કરતી હોય અથવા બાળકની સંભાળ ત્રણ વર્ષ સુધી ઘરે લઇ શકાતી હોય તો બાળકોને મુક્ત રીતે રમવા દેવા જોઈએ.

નવા બનેલા માતાપિતાને ડર હોય છે કે બાળકનું વર્ષ બગડશે તો તે આગળ જતા લેઇટ થઇ જશે. હકીકત સાવ ઉંધી છે. સામાન્ય રીતે ૬ થી ૧૨ મહિના અભ્યાસમાં મોડા દાખલ થતા બાળકો જ વર્ગમાં, સ્પર્ધામાં અને શીખવામાં ક્રમશઃ આગળ હોય છે.

દુનિયાના ઘણા દેશોમાં બાળકોને શાળામાં પ્રથમ ધોરણમાં દાખલ કરવાનો સમય ૬ વર્ષ પુરા કર્યા પછી જ હોય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ૬ વર્ષ પછી જ શાળામાં પ્રથમ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.

કેજી સ્કુલમાં બાળકને ત્રણ વર્ષ પછી દાખલ કરવા પાછળ શારીરિક, માનસિક, મૌલિક અને તાર્કિક કારણો છે.

માં-બાપે એ પણ જોવું જોઈએ કે શાળાની પસંદગી ઘરની નજીક કે દૂર કરતા એક જ જગ્યા પર બાળક સતત અભ્યાસ કરે તે ખુબ જરુરી છે.

વારંવાર સામાન્ય પ્રશ્નો, અગવડતા, અનિર્ણાયકતા કે સામાન્ય સમસ્યાઓને કારણે બાળકની શાળા બદલવાનો નિર્ણય ખૂબજ ઘાતક છે. હજુ તો બાળક માહોલ સાથે અનુકૂલન સાધે તે પહેલા શાળા બદલી નાખવામાં આવે છે.

શાળામાં મુશ્કેલી આવે છે તો તે તક છે, બાળકને શીખવવાની કે તે મુશ્કેલીનો ઉકેલ શું લાવી શકાય, ભાગી જવાથી કે શાળા બદલવાથી બાળક નાની નાની સમસ્યાઓથી ભાગતું થાય છે.

શૈશવ ઈશ્વરની અનુપમ રચના છે. અધીરા માં-બાપ બાળકો ઉપર ખૂબ પ્રયોગો કરે છે. અપેક્ષાઓ બહુ જ રાખે છે, પરિણામે બાળકો માં-બાપના હાથમાંથી સરકતા જાય છે.

ધોરણ ૫ સુધી બાળક સાથે રીઝલ્ટ, પરફોર્મન્સની બહુ ચર્ચા ન કરવી જોઈએ, ટ્યુશન-કોચિંગ ક્લાસમાં ન મોકલવા જોઈએ અને તેની રૂચી કેળવાય તેવી પ્રવૃત્તિઓ શાળા સમય પછી આપવી જોઈએ.

– જયદેવ સોનગરા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s