માતા-પિતામાંથી પેરેન્ટ્સ બનવાની વ્યવસ્થાની આ રીત છે. પેરેન્ટ્સ પોતાના બાળકની ભાષા, રીત-ભાત, આદતો, સંસ્કાર, ટેવો, કૌશલ્ય, બોડી લેંગ્વેઝ, મુલ્ય અને પ્રતિભા બીજા બાળકોની સરખામણીએ ઉત્તમ હોય તે માટે સતત ચિંતા કરે છે. તેમને બાળક કહેવા પ્રમાણે સુધરતું નથી અથવા બગડતું જાય છે તેવો ભય પણ રહે છે. શું કરીએ તો તે Perfect બની જય તેવો સંઘર્ષ પણ ઘરમાં હોય છે. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે વાસણ પણ ખખડે છે. થોડી સમજ કેળવવાથી આ બાબતે નિશ્ચિંત બની શકાય છે.

 • સામાન્ય રીતે બાળકો માતા-પિતાની સલાહ કરતા તેમના વર્તનમાંથી જ આ બધું વધારે શીખે છે. લગભગ ૮૦% જેટલું વર્તન પુનરાવર્તન હોય છે.
 • બાળકો મિત્ર-વર્તુળ, પાડોશી, ઘરમાં આવતા વ્યક્તિઓ, નોકર અને મીડિયાનું અનુકરણ કરતા હોય છે.
 • ભાષાની અસર ઘરના સભ્યો પછી તેની સાથે રમતા બાળકોની સૌથી વધારે હોય છે.
 • બાળકની ભૂલો સુધારવા કરતા સારી વર્તણુક, સારા વ્યવહાર માટે Good બેટા, Very Good કહી એપ્રીસીએટ કરવાથી પરિણામ સારું મળે છે.
 • સુધારવાના દબાણ સામે બાળકો રડીને, ચીસો પાડીને, તોડફોડ કરીને, અવગણીને વિરોધ કરતા હોય છે. ઘણીવાર બાળકો ઘરના સભ્યો કે મહેમાનોનું ધ્યાન પોતાની તરફ વાળવા પણ આવું વર્તન કરતા હોય છે.
 • મુક્ત માહોલ, પસંદગીની સ્વતંત્રતા, જાતે શીખવાની તકો, થોડીક અગવડો, સામાન્ય સંઘર્ષ, સંયુક્ત કુટુંબ, મિત્રોની હાજરી, અને સતત પ્રોત્સાહન બાળકને વધારે સક્ષમ, કાબેલ, આત્મવિશ્વાસ સભર, પ્રતિભાશાળી અને મજબુત બનાવે છે.
 • સતત સલાહ સુચન, ધમકીઓ, શિસ્તનો આગ્રહ, પરફેક્શનની અપેક્ષા, શ્રેષ્ઠતાના માપદંડ અને સતત સુધારવાનો આગ્રહ બાળકને ભીરુ, લઘુતાગ્રંથીવાળા, અતડા, શરમાળ અને આત્મવિશ્વાસ વગરના બનાવી દે છે. ઘરમાં ઉછરતા પ્રથમ સંતાન સાથે આવો વ્યવહાર થતો હોય છે અને બીજા સંતાનને અગાઉ જણાવ્યા મુજબની આઝાદી મળતી હોય છે જેનો તફાવત સ્પષ્ટ દેખાય છે.
 • બાળકને વધારે પડતી સગવડો, સતત મળતી મદદ, સતત લેવાતી કેર, બાળકની ઈચ્છા મુજબ વર્તતી માતા, તકલીફ ન પડે તેવી વ્યવસ્થા, બાળક બગડી જશે તે ભયથી મિત્ર વર્તુળને દૂર રાખવાની માનસિકતા, બાળકને જીદ્દી, ઉશ્કેરાટવાળા, રડતલ, અને આત્મવિશ્વાસ વગરના, વિરોધ કરે તેવા અને ધાર્યું કરવાની માનસિકતાવાળા બનાવી મુકે છે.
 • બાળક માટે મહત્વનું છે તેની ઉંમર પ્રમાણે તેને મળતી તકો, વ્યસ્ત રાખવાની આવડત, શીખવવાની પદ્ધતિ, અને જાતે કરવા દેવાની પદ્ધતિ તેને વધુ સફળ બનાવે છે.
 • મારા વ્યક્તિગત અવલોકન મુજબ થોડા તોફાની, ચંચલ બાળકો જીવનમાં વધારે સફળ અને સાહસિક બને છે. બહુ જ આજ્ઞાંકિત, શિસ્તબદ્ધ બાળકો ઓછા સાહસિક અને ટફ સ્પર્ધામાં પાછળ પડતા પણ જણાય છે.
 • બાળકને બાળક તરીકે લેવું, તેની ચંચળતાને સ્વીકારવી, તેના તોફાનોને અવગણવા, તેના બિન્ધાસ્તપણાને બીરદાવવું, તેની નિષ્ફળતાઓને પચાવતા શીખવું, બધે સ્પર્ધાત્મક માહોલ ઉભો નહિ કરવો, તેની ભૂલોને સહજતાથી લેવી, તેની ક્ષમતાઓને જાણવી, તેની નિર્દોષતાને બચાવી રાખવી અને તેને ક્વોલીટી ટાઈમ આપવો તે સફળ માતા-પિતાની નિશાની છે.
 • ઈશ્વરે બાળકોને સ્પર્ધાની જિંદગી જીવવા નહિ પણ જીવવાની સ્પર્ધા શીખવા મોકલ્યા છે. તમારી અપેક્ષાની પૂર્તિ કરવા નહિ પરંતુ પૂર્તિમાંજ અપેક્ષા સેવવા મોકલ્યા છે, દુનિયામાં તેની ક્ષમતાઓ સાબિત કરવા નહિ, પરંતુ ક્ષમતાઓમાં દુનિયા જોવા મોકલ્યા છે આટલું જો કોઈ સમજે તો દરેક બાળક દરેક ઘરમાં એકદમ Fit છે.

જયદેવ સોનગરા – દીવ્યપથ કેમ્પસ, મેમનગર, અમદાવાદ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s