સામાન્ય રીતે સમકાલીન સમસ્યા અને પ્રશ્નોને નજર સામે રાખીને માતાપિતા અંગ્રેજી કે ગુજરાતી માધ્યમની શાળાની પસંદગી, તેમજ બાળકને આપવામાં આવતા તક અને વાતાવરણ ધ્યાનમાં લેતા હોય છે.

માતાપિતા અને શાળાના સંચાલકો એ ભૂલી જાય છે અથવા સમજતા નથી અથવા એવી દ્રષ્ટિ નથી હોતી કે બાળકે જે પરિસ્થિતિ અને સમસ્યાનો સામનો કરવાનો છે તે પેઢી ૨૫ વર્ષે બદલાઈ જાય છે એટલે જયારે બાળક તૈયાર થઈને બહાર આવે છે ત્યારે તેને નવી પરિસ્થિતિ અને નવી સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે.

૨૫ વર્ષ પહેલા માતાપિતાની સમસ્યા એ હતી કે ધોરણ ૫ માં અભ્યાસ કરતુ બાળક શાળાએ જવામાં અનિયમિત હતું, બેદરકાર હતું. ગામડાની ભાષા બોલતું હતું અને ઘરમાં બેસવાને બદલે વગડામાં ફરતું હતું જેને માતાપિતા ગંભીર સમસ્યા ગણતા હતા.

૧૫ વર્ષ પહેલા બાળક શાળામાં કપડાનું દફતર લઈને જવાની ના પડતો હતો. શુઝ અને કપડા સરસ જોઈતા હતા. કમ્પાસ બોક્ષ લેટેસ્ટ જોઈતો હતો અને સાયકલ પર જવાને બદલે બજાજ સ્કુટર પર કોઈ મૂકી જાય તો તેની આબરૂ સચવાય તે સમયની આ સમસ્યા હતી.

૫ વર્ષ પહેલા બાળક શાળાએ જવા ગાડીની સગવડ માગતું હતું, તેને મોબાઈલ પણ જોઈતો હતો. પોતાના શિક્ષક ગાડી લઈને આવે તેવું બાળક ઇચ્છતું હતું અને શાળા અદ્યતન હોવી જોઈએ તેમજ તેની મિત્રો પસંદ કરવાની રીત, કપડા અને ખાવાના શોખ, ફરવા અને રમવાના શોખ, હવે સંપૂર્ણ બદલાઈ ગયા છે.

આજે ઘોરણ ૫ માં શહેરની સારી શાળાના ૪૦% બાળકો નિયમિત કમ્પ્યુટર વાપરે છે, ફેસબુક વાપરે છે, વોટ્સએપ પર ચેટીંગ કરે છે,  અને તેની ઉંમરના પ્રમાણ કરતા ઘણું વધારે જાણે છે. Adult માટે પણ જોવા જેવી ન હોય તેવી Video Clips બિન્દાસ જુએ છે પરંતુ માતાપિતાને ખબર નથી. કારણ જયારે તેમનું ઘડતર થયું ત્યારે આ સમસ્યાઓ ન હતી.

બાળકના જીવનના લક્ષ્ય સતત બદલાતાં હોય છે અને ટૂંકા અને લાંબા ગાળાની અપેક્ષાઓ પણ સતત બદલાતી રહે છે, પરંતુ જીવનના ઊંચા લક્ષ્ય નક્કી કરવામાં માતાપિતા, શિક્ષક અને આચાર્ય ચોક્કસ મદદરૂપ થઇ શકે છે.

ઘોડાગાડીમાં બેસીને રોજ શાળાએ જતા બાળકને જયારે તેના પિતાએ પૂછ્યું, “તારે જીવનમાં શું બનવું છે?” ત્યારે બાળકે સહજ જવાબ આપ્યો કે, “મારે તો ઘોડાગાડીવાળો બનવું છે.” કારણ કે શાળાએ જતા આવતા સતત બાળકને લાગતું કે તેણે જોયેલી દુનિયામાં સૌથી શક્તિશાળી અને નિયંત્રણ ધરાવતો કોઈ વ્યક્તિ હોય તો તે ઘોડાગાડીવાળો હતો. માતાપિતા મૂંઝાઈ ગયા. શાળાના આચાર્યને જઈને મળ્યા. આચાર્યએ માતાપિતાને બાળકના જન્મદિવસે તેમના ઘરની મુલાકાત લેવાનું વચન આપ્યું. બાળકના જન્મદિવસે શાળાના આચાર્ય બે Gift Box લઈને તેના ઘરે ગયા અને બાળકના જન્મની ઉજવણી સમયે બને Box ખોલવામાં આવ્યા. એક Boxમાં હતું એક ઘોડાથી ચાલતી ઘોડાગાડીનું મોડેલ અને બીજા Boxમાં હતું સાત ઘોડાથી ચાલતું શ્રી કૃષ્ણના રથનું અદભુત દ્રશ્ય. બાળકને પૂછવામાં આવ્યું કે તારે આ બેમાંથી કેવી ઘોડાગાડી જોઈએ, ત્યારે બાળકે જવાબ આપ્યો કે સાત ઘોડાથી ચાલતી હોય તેવી ઘોડાગાડી જોઈએ. બાળકને સમજાવવામાં આવ્યું સાત ઘોડાનો રથ ચલાવવા અર્જુન અને શ્રી કૃષ્ણ જેવું બનવું પડે અને કઠોર પરીક્ષાઓ પાસ કરવી પડે. બાળકના જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. શાળાની ઘોડાગાડી વામણી લાગવા માંડી અને એ ઝડપથી આગળ વધવા અધીરો બન્યો. સમય જતા તે બાળકે એક સફળ રાજ્યકર્તા, વહીવટકર્તા, દુરન્દેશી અને અત્યંત પ્રતિભાસંપન્ન વ્યક્તિ તરીકે નામ રોશન કર્યું. જેને આપણે બરોડા રાજ્યના સ્વપ્નદ્રષ્ટા શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ તરીકે ઓળખીએ છીએ.

જયદેવ સોનગરા (લેખકના પુસ્તક ‘પરવરિશ – સંતાનોની સફળતા માટે’ માંથી.)


શું આપને આ લેખ ગમ્યો? આપનો પ્રતિભાવ આપશો તો મને પણ ગમશે. જો આપ આવા લેખો નિયમિત મેળવવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ ઓપ્શન પર તમારા ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો.


Jaydev Sonagara on Facebook – https://web.facebook.com/jaydev.sonagara/

Jaydev Sonagara on Twitter – https://twitter.com/jaydev_sonagara

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s