મારું બાળક passive છે. મિત્રો નથી બનાવતું અને response કરતું નથી.

બાળકો કેટલાંક ગુણધર્મ જન્મજાત લઈને આવે છે તેને મુલવવાની રીત બદલવાથી સમસ્યા જ પુરી થઇ જાય છે. પ્રથમ ધોરણમાં ભણતાં ચિન્ટુની મમ્મી મારી પાસે હતાશ થઈને ફરિયાદ કરવા લાગી કે હું બહુજ દુઃખી છું, મારું બાળક passive છે. તેનું કોઈ મિત્ર જ નથી બનતું, હું શું કરું?

ચિન્ટુની મમ્મીને મેં કહ્યું આ તો બહુ જ સારી બાબત છે કે બાળક જલ્દી કોઈને response નથી કરતો. આવા બાળકો બહુ જ સલામત હોય છે અને જલદી અજાણ્યા લોકો આવા બાળકોને છેતરી શકતા નથી. ઉલટાના active બાળકો વધારે અસલામત હોય છે. એક જ મીનીટમાં તેના ચહેરા પર સ્મિત વેરાઈ ગયું.

પરંતુ બાળકોને active, responsive, smart and friendly બનાવવા કંઈક આવા પ્રયત્ન થઇ શકે.

 • તમારા બાળક પાસે મિત્રો આવે તેવો માહોલ ઉભો કરવો અને ઘરમાં હોય તો બધા VIP રમકડા રમવા દેવા, પ્રતિબંધ નહિ મૂકવા, મિત્રોને બોલાવવા, સાથે રમવું અને પ્રોત્સાહિત કરવા.
 • શરૂઆતમાં મિત્રોની પસંદગી અંગે બહુ સલાહ સૂચન કે નિયમ ન બનાવવા. જે પણ મિત્ર હોય તેની ટીકા ટીપ્પણી કરવી નહી. પોતાના બાળકને બીજાને ત્યાં સહજ રીતે રમવા દેવા અને પ્રોત્સાહિત કરવા.
 • બાળકોને જાહેર પ્રસંગોમાં સાથે લઇ જવા, ત્યાં બીજા બાળકો હોય તો પરિચય કરાવી રમવાની છૂટ આપવી.
 • મિત્રોની પસંદગી માટે ચુસ્ત અભિગમ ન રાખવો, પોતાના રહેઠાણની આસપાસ રહેતા બાળકો બરાબર નથી તેથી બાળકને ઘરમાં પુરી ન રાખવો, કારણ કે કાલે સમાજ વચ્ચે તેને તમામ પ્રકારના લોકો વચ્ચે જીવવાનું છે. ખરાબ મિત્ર હોય તો તમારા સંતાનની ગેરહાજરીમાં તેનો રસ્તો કાઢવો પણ તેની હાજરીમાં લડવું કે ટીકા કરવી નહી.
 • ૧૦ વર્ષનાં થયા પછી બાળકોને પ્રવાસ, પીકનીક, ટ્રેકિંગ કે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા ભાગ લેવા દેવો અને આ પ્રવૃત્તિઓને બિરદાવવી.
 • બાળક ખૂબ reserved હોય તો તેના અચેતન મન પર રહેલા ભયને દૂર કરવો અને મિત્રો સાથે કે સામુહિક પ્રવૃત્તિના કાર્યક્રમો બતાવવા અને સાથે લઇ જઈ ભાગ લેવડાવવો.
 • ઉત્સવો, મનોરંજન સ્થળો, ઇવેન્ટ, હેપનીન્ગ્સ, પ્રદર્શનો, મેળાવડા, વેકેશન પ્રવૃત્તિઓ, ડ્રોઈંગ, મ્યુઝીક, ડાન્સ અને તેને રસ પડતી પ્રવૃત્તિઓમાં શક્ય હોય તો તેના એક બે મિત્રોને સાથે લઈને જવું.
 • બાળકોના અભિગમ બદલાતા જતા હોય છે, બાળકના કોઈપણ વર્તન, સમસ્યા, પરિણામ, નિષ્ફળતા, અક્ષમતા અંગે કોઈ ઉતાવળિયા નિર્યણ લેવા નહી. હતાશ ના થવું, વર્ગખંડમાં બહુ જ સામાન્ય બાળકો જીવનમાં તક મળતા અત્યંત સફળ અને પ્રતિભાસંપન્ન બની જતા હોય છે, ધીરજ રાખવી, હાથ છોડવો નહિ કારણકે માં-બાપ બનવું તે ઘટના છે પણ બની રહેવું તે તપશ્ચર્યા છે.

જયદેવ સોનગરા, દીવ્યપથ કેમ્પસ, અમદાવાદ


શું આપને આ લેખ ગમ્યો? આપનો પ્રતિભાવ આપશો તો મને પણ ગમશે. જો આપ આવા લેખો નિયમિત મેળવવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ ફોર્મ દ્રારા તમારા ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો.


Jaydev Sonagara on Facebook – https://web.facebook.com/jaydev.sonagara/

Jaydev Sonagara on Twitter – https://twitter.com/jaydev_sonagara

Advertisements

2 thoughts on “પેરેન્ટ્સને આ પ્રશ્ન મૂંઝવે છે ?

 1. Hello sir.. Really nice post…thanx a ton for serving ur knowledge to d society. .. Very helpful for all d parents . Thank u very much …

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s