આ લેખ ગુજરાતીમાં વાંચવા માટે અહી ક્લિક કરો

The child feels completely secure when mother is around. He doesn’t wish to lose her company, not even for a minute. Children in company of their mothers feel more secure and safe. Thus, they don’t want their mothers to leave them even for a moment. Child feels uneasy if you go out, perhaps to hospital or elsewhere, without informing him. Nothing can solace him in such situation. Thus, it is important to persuade him to accept circumstance before getting separated from him. Sometimes you can even use toys as an instance in order to explain things to him.

  • Often mothers in order to frighten the child use name of demons, ghost etc. This creates deep-rooted fears in the mind and heart of child and adversely affects his subconscious mind.
  • When the child is trying his hand on new things, the parents often discourage him with negative suggestions like – “Don’t do this”, “You won’t be able to do it”, or “It’s not your cup of tea” – Such negative statements or the competitive atmosphere caused by parents between two children makes the child timid, negative, depressed, introvert and unsuccessful.
  • Attitude of helping the child in every small matters, a narrow-mindedness that the child will spoil himself if he plays with other children of the society, ignoring the child’s friends, trying to keep the child’s toys strictly under your charge – all theses affect negatively in day-to-day life of the child.
  • Always trying to protect the child, daunting him with imaginary fears that he might fall down and hurt himself, not allowing him to go out, not letting him go out on a picnic and training camp, not allowing him to take part in sports – such approach of parents make the child
  • Often parents pressure the child to get good marks in exams. The performance pressure and the expectations of parents scare the child greatly even before appearing in the test. Rather than acquainting the child with where he may make mistakes, the incompetent parents load him with the pressure of results. They don’t know that often the child learns great many things from Therefore, such treatment destroys the child’s self-respect, self-confidence, patience and ability to withstand the failures.

Parents must understand this:

  • Children are the gift of nature. You cannot return them to nature in exchange of other ones. There is ‘No Exchange Offer’ in it. You must accept them as they are and it is beneficial to change yourself a little than to attempt to change them.

Children understand the language of love, not of anger:

  • You can control the child immediately by expressing anger, but on a long this proves an easy route to
  • Children love to learn through software, called – stories.
  • Children learn majority of important attitudes of life by the time he reaches age ten. You can quickly inculcate values, good habits or teach him to set priorities and goals in life through stories and fictitious

Your child is a product of your environment. The child does not take birth as good or bad. The problems you face pertaining to your child are in fact caused by you only through your own attitudes and the surroundings that you created.

Children speaking lie, victims of tests:

Children learn to lie blatantly because of the fear of poor result, parents’ expectations, the parents stand after the result and their inability to accept the truth. Telling lies relieve them from the tension of poor result. Parents love to hear good, but, not truth. Parents’ such attitudes compel children to speak lies. Children often speak lies to their parents anticipating wrath and negative expression from them, if they (children) speak-out truth.

– Jaydev Sonagara (Excerpt from his book “Parvarish – Making Children Successful”)


Did you like this article? Let us know, it would be our pleasure if you share your feedback, comments and suggestions with us. Follow the blog or our Facebook Page to receive regular updates of such articles.


Jaydev Sonagara on Facebook – https://web.facebook.com/jaydev.sonagara/

Jaydev Sonagara on Twitter – https://twitter.com/jaydev_sonagara


Article in Gujarati

ડરપોકપણાની ભીતરમાં

માં જયારે આસપાસ હોય ત્યારે બાળક બિલકુલ નિશ્ચિંત હોય છે. પણ તેની નજરોમાંથી માનું એક મિનીટ પણ ખસવું તેને સ્વીકાર્ય હોતું નથી. બાળકને સમજાવ્યા વગર કે આકસ્મિક હોસ્પિટલ કે બહારગામ જવાનું થાય ત્યારે બાળક માનસિક રીતે વ્યગ્રતા અનુભવે છે. આવા સંજોગોમાં દુનિયાનું કોઈ પ્રલોભન તેને આનંદ આપી શકતું નથી. માટે બાળકોથી અલગ પડવાનું થાય ત્યારે તેને સમજાવી લેવું ખૂબ જરૂરી હોય છે. ઘણીવાર રમકડાઓનાં નિદર્શનથી પણ આ બાબત સમજાવી શકાય છે.

  • બાળકોને ચૂપ કરવા કે નિયમનમાં લાવવા માતા બાળકને ડરાવતી હોય છે. જેમ કે ભૂત, બાવો, રાક્ષસ આવા શબ્દોથી બાળકમાં પેદા કરેલા ડર તેના અચેતન મન ઉપર ખૂબ ઘાતક અસર કરતા હોય છે.
  • બાળક જયારે કોઈ કાર્ય કરવા જઈ રહ્યું હોય ત્યારે તું નહિ કરી શકે, તને નહિ ફાવે, આ તારું કામ નથી, તને મુશ્કેલી પડશે જેવા નકારાત્મક સૂચનો અથવા બે સંતાનો વચ્ચે માતાપિતાએ ઉભું કરેલું સ્પર્ધાનું વાતાવરણ બાળકને ડરપોક, નકારાત્મક, હતાશ, અંતર્મુખી અને નિષ્ફળ બનાવે છે.
  • બાળકને નાની નાની બાબતોમાં મદદ કરવાનું વલણ, સોસાયટીના બાળકો ભેગું રમવાથી મારું બાળક બગડી જશે તેવી સંકુચિતતા, બાળકના મિત્રોને અવગણવાનું વલણ, બાળકના રમકડાં કે વસ્તુઓ પોતાના નિયંત્રણમાં રાખવાનું વલણ, બાળકની રોજબરોજની જીવનશૈલી પર ખરાબ અસરો ઉભી કરે છે.
  • બાળકને સતત રક્ષણ આપવું, વાગશે કે પડી જશે તેવા કાલ્પનિક ભયથી ડરાવવું, બહાર ન જવા દેવું, પ્રવાસ કે પિકનિકમાં જતા રોકવું, ટ્રેકિંગ કેમ્પમાં જતા રોકવું, રમતોમાં ભાગ ન લેવા દેવો જેવા માતાપિતાના વલણો બાળકને ઢીલું અને ડરપોક બનાવે છે.
  • પરીક્ષામાં માર્ક્સ લાવવાનું દબાણ, અમુક પ્રકારના performanceનું દબાણ, માતાપિતાની અપેક્ષાનું દબાણ બાળકને પરીક્ષા પહેલાં કે સ્પર્ધા પહેલાં ખૂબ ડરાવી દે છે. એટલે આવડત વગરના માતાપિતા બાળકને ભૂલ થવાની શક્યતાઓ ક્યાં છે તે બતાવવાને બદલે પરિણામના ડરથી તેને દબાવી દેતા હોય છે અને માતાપિતા એ નથી જાણતા કે ઘણીવાર બાળક નિષ્ફળતાઓમાંથી જ ઘણું બધું શીખતો હોય છે. એટલે આવા સંજોગો બાળકના આત્મસમ્માન, આત્મવિશ્વાસ, ધીરજ, અને નિષ્ફળતામાં ટકી રહેવાની બાળકની ક્ષમતાને તોડી નાંખતા હોય છે.
  • માતાપિતાએ આટલું સમજવું જોઈએ : બાળકો કુદરતની ભેટ છે. તે પાછા આપી બીજા લઇ શકાતા નથી. તેમાં exchange offer નથી. તેમને સ્વીકારવા જ રહ્યા અને તેમને બદલવાને બદલે માતાપિતાએ થોડા બદલાઈ જવું હિતકારક છે.
  • બાળકો પ્રેમની ભાષા માને છે, ગુસ્સાની નહિ :
    • ગુસ્સો કરવાથી બાળકને તત્કાળ નિયમનમાં લાવી શકાય છે પણ લાંબાગાળાની સમસ્યાઓ પેદા કરવાનું તે સરળ સાધન છે.
    • બાળકો વાર્તાનું software સ્વીકારે છે.
    • બાળક દસ વર્ષના થાય ત્યાં સુધીમાં જીવનના મહત્વના વલણો શીખી લેતા હોય છે. આ સમય દરમ્યાન બાળકોને મૂલ્યો, આદતો, સુટેવો કે જીવનનાં લક્ષ્ય વાર્તાઓ દ્વારા કે વાર્તાના કાલ્પનિક પાત્રો દ્વારા ઝડપથી શીખવી શકાય છે.

બાળક એ તમારા પર્યાવરણનું ઉત્પાદન છે. બાળકો ક્યારેય ખરાબ હોતા નથી કે ખરાબ જન્મતા નથી. બાળકોની જે સમસ્યાઓનો તમે વિરોધ કરી રહ્યા છો તે તમારા દ્વારા, તમારા વલણો દ્વારા, તમારા પર્યાવરણ દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિ છે.

જૂઠા બાળકો, પરિણામોનો શિકાર : પરિણામોના ડરથી, પરિણામ જોયા પછી માતાપિતાના વલણથી, પરિણામોની માતાપિતાની અપેક્ષાથી અને સત્ય ન સ્વીકારવાની માતાપિતાની અણઆવડતને કારણે બાળકો ધરાર જૂઠું બોલતા શીખે છે. જૂઠું બોલીને ખરાબ પરિણામોમાંથી મુક્તિ મળે, જૂઠું બોલીને relex થવાય. માતાપિતાને સાંચુ નહિ સારું ગમે છે. માતાપિતાના આવા વલણો બાળકને જૂઠું બોલવા પ્રેરે છે અથવા માતાપિતાના નકારાત્મક વલણોના પૂર્વાનુમાનને કારણે પણ બાળકો જૂઠું બોલતા હોય છે.

જયદેવ સોનગરા (લેખકના પુસ્તક ‘પરવરિશ – સંતાનોની સફળતા માટે’ માંથી.)


શું આપને આ લેખ ગમ્યો? આપનો પ્રતિભાવ આપશો તો મને પણ ગમશે. જો આપ આવા લેખો નિયમિત મેળવવા ઈચ્છતા હોવ તો નીચે/બાજુમાં આપેલ ઓપ્શન પર તમારા ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો.


Jaydev Sonagara on Facebook – https://web.facebook.com/jaydev.sonagara/

Jaydev Sonagara on Twitter – https://twitter.com/jaydev_sonagara

3 thoughts on “Reasons behind timidity & fear in child

  1. Its really true that parvarish makes the children successful and also anger of parents is the main culprit to make the chips unsuccess. Very true and amazing article.

    Like

  2. Sehmat chu aa vato jode. Mari nani bhanji ne dogs thi etli bikh lage che have, pehla na lagti hati. Etla mate karan ke te tena dimag ma ghusi gayu che have. :/ 😦 Children learn from us only. true.

    Like

Leave a comment